HISTORY OF CHANDANA


મારી શાળા



ગામઃ-ચાંદણા

તાઃ-જિઃ-ખેડા


ચાંદણા ગામનો ઇતિહાસ




૨૦૦ વર્ષ પહેલાની આ વાત છે..નાયકા ગામ તરફ્ થી ચાંદા નામનો ભરવાડ ગાયોનું ધણ લઇને ગામના પાદરે રોકાણ કરેલ..ગામની ભાગોળ માંથી વાત્રક નદી વહી જતી હતી.નદી કાંઠે પાંચ ઘેઘૂર વડલાઓ હતા.આ વડલાઓ નીચે પાંચ દિવસ ચાંદા ભરવાડે રોકાણ કર્યું.ચાંદા ભરવાડે ગામ ને વસાવ્યું હોવાથી ગામનું નામ ચાંદણા પાડાવામાં આવ્યું..
તે સમયે ઇનામદારી ગામ (તાલુકદારી) અમીર ખાનજી અને સુબે ખાનજી ના ઘરે વહીવટ ચાલતો હતો..જમીન નું સાલિયાણું (જમીન મહેસુલ) તે ઉઘરાવતા હતા.ચાંદણા ગામની ઉત્તરે નાનું એવું ખોડિયારપુરા આવેલું છે.ચાંદણા ગામમાં મુસ્લિમ,પટેલ,ઠાકોર,શેનવા,વાઘરી,રાવળ,રબારી,નાયક,વાણિયા,દરબાર, લોકો હળીમળી ને સંપ થી રહે છે.ગામમાં જોવાલાયક સ્થળો મહાદેવ નું મંદિર ,રાધાકૃષ્ણ નું મંદિર,,ભાથીજીનું મંદિર,દાદાવલીની દરગાહ,મદ્રેશા,બાલમશા પીર ની દરગાહ ખૂબ જ સુંદર જોવાલાયક સ્થળો છે.આ ઉપરાંત કબ્રસ્તાનની અંદર ૨૫૦ વર્ષ થી પણ જૂની "ઇદગાહ" જોવાલાયક છે.ગામમાં વીજળી ની શરૂઆત સને ૧૯૭૨ માં થઇ.. સૌ પ્રથમ ગામમાં ટેલિવિઝન દૂધ ઉત્પાદક મંડળીમાં બ્લૅક એન્ડ વ્હાઇટ ટી.વી.૧૯૭૭ માં આવ્યું...અનાજ દળવાની ઘંટી ગામમાં સને ૧૯૭૩ માં આવી.

No comments:

Post a Comment